Okha-Puri Express: ઓખા-પુરી એક્સપ્રેસ પુનઃસ્થાપિત
Okha-Puri Express: ૨૮ મે અને ૧૮ જૂનની ઓખા-પુરી એક્સપ્રેસ પુનઃસ્થાપિત

રાજકોટ, 14 મે: Okha-Puri Express: દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેક્શનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલિંગના કામને કારણે, રેલ્વે વહીવટી તંત્રે 28 મે અને 18 જૂન, 2025 ના રોજ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાને બદલે ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
28 મે અને 18 જૂન, 2025 ની ટ્રેન સંખ્યા 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 25 મે અને 15 જૂન, 2025 ની ટ્રેન સંખ્યા 20819 પુરી-ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ-બડનેરા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરા ના રસ્તે ચાલશે.
ટ્રેનો ના સંચાલન અંગે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.