Hera Pheri 3 Controversy

Hera Pheri 3 Controversy: આખરે પરેશ રાવલે ફિલ્મ હેરા ફેરી 3 કેમ છોડી, વકીલે કર્યો ખુલાસો

Hera Pheri 3 Controversy: પરેશ રાવલના વકીલે એવું જણાવ્યું છે કે પરેશ રાવલે ફિલ્મ સાઇન કરી ત્યાર પછી પ્રોડક્શન ટીમ પાસેથી વારંવાર સ્ક્રીપ્ટ, સ્ક્રીન પ્લે અને ફાઇનલ કોન્ટ્રાક્ટની માંગ કરી હતી.

google news png

મનોરંજન ડેસ્ક, 28 મેઃ Hera Pheri 3 Controversy: બોલીવુડની આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝી હેરાફેરી ફિલ્મના ત્રીજા પાર્ટથી પરેશ રાવલે અલગ થઈ જવાનું નક્કી કરી લીધું પછીથી આ મામલે કાનૂની વિવાદ શરૂ થઈ ગયો છે. હેરાફેરી અને ફિર હેરાફેરી ફિલ્મમાં બાબુરાવનું પાત્ર ભજવી ચૂકેલા પરેશ રાવલે હેરાફેરી 3 થી અલગ થવાનો નિર્ણય કરીને ચાહકોને જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો આપી દીધો. પરેશ રાવલે આ ઘોષણા કરી ત્યારથી જ આ મામલે સતત વિવાદો ચાલી રહ્યા છે.

પરેશ રાવલે હેરાફેરી 3 ફિલ્મ શા માટે છોડી તેને લઈને પણ અલગ અલગ અટકળો ચાલી રહી હતી પરંતુ હવે તેના વકીલે સ્પષ્ટતા કરી દીધી છે કે પરેશ રાવલે આ ફિલ્મ શા માટે છોડી અને તેનો ઘટનાક્રમ શું હતો.

પરેશ રાવલના વકીલે એવું જણાવ્યું છે કે પરેશ રાવલે ફિલ્મ સાઇન કરી ત્યાર પછી પ્રોડક્શન ટીમ પાસેથી વારંવાર સ્ક્રીપ્ટ, સ્ક્રીન પ્લે અને ફાઇનલ કોન્ટ્રાક્ટની માંગ કરી હતી. પરંતુ લાંબા સમય સુધી તેમને કોઈ પણ વસ્તુ આપવામાં આવી નહીં. ફિલ્મને લઈને કોઈ ઠોસ યોજના કે દસ્તાવેજ ન મળ્યા હોવાથી પરેશ રાવલે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો.

એક રિપોર્ટ અનુસાર પરેશ રાવલે માર્ચ મહિનામાં ફિલ્મની ટર્મ શીટ ફાઈન કરી હતી. આ સાઇનિંગ ભૂત બંગલા ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી અને તે પણ કોઈપણ પ્રકારની લીગલ સલાહ વિના થઈ હતી. ચર્ચા એવી પણ છે કે તે સમયે અક્ષય કુમાર એ પરેશ રાવલને કહ્યું હતું કે તેના પર વિશ્વાસ રાખે અને કોન્ટ્રાક્ટ તેને પછી આપી દેવામાં આવશે. અક્ષય કુમારની વાત પર ભરોસો કરીને પરેશ રાવલે ટર્મ શીટ ફાઈન કરી હતી.

પરેશ રાવલના વકીલે એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ મહિનામાં એક્ટર પાસેથી એક પ્રમોશનલ વિડીયો શુટ કરાવવામાં આવ્યો ત્યારે પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ ન હતી. આ શૂટિંગ પણ ભુત બંગલા ફિલ્મના સેટ પર કરાવવામાં આવ્યું પહેલા તો પરેશ રાવલે આ શૂટ ને ટાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી આઈપીએલના પ્રમોશનની ડેડલાઈનનો હવાલો આપીને શૂટિંગ કરાવવામાં આવ્યું હતું.

BJ ADVT

પરેશ રાવલના વકીલે એવું પણ કહ્યું કે ફિલ્મ છોડવાને લઈને પરેશ રાવલે નિર્ણય એટલા માટે કર્યો કે તેમને લાગ્યું કે પ્રોજેક્ટમાં કોઈ સ્પષ્ટતા નથી અને યોજના પણ અધૂરી છે. એટલે જ તેમણે સાઇનિંગ અમાઉન્ટ તરીકે લીધેલા 11 લાખ રૂપિયા 15 ટકા વ્યાજ સાથે પરત કરી દીધા. પરંતુ તેમ છતાં અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીએ તેમને લીગલ નોટિસ ફટકારી છે.

આ વાત નથી સ્પષ્ટ થઈ ગયું કે હેરાફેરી 3 ફિલ્મને લઈને કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે પરેશ રાવલે ફિલ્મ છોડી છે. જોકે હવે આ મામલે બંને પક્ષ વચ્ચે કાનૂની લડાઈ તેજ થઈ ગઈ છે. પરેશ રાવલની ટીમ નું કહેવું છે કે તેમણે જે પણ નિર્ણય લીધો છે તે કાયદાકીય રીતે સાચો છે. જ્યારે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે પરેશ રાવલના આ નિર્ણયથી ફ્રેન્ચાઇઝની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો