train

Okha-Banaras Express Update: ઓખા-બનારસ એક્સપ્રેસ કાનપુર સેન્ટ્રલ હવે ઉભી નઇ રહેશે

Okha-Banaras Express Update: ઓખા-બનારસ એક્સપ્રેસ કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી ખાતે ઉભી રહેશે

રાજકોટ, 29 મે: Okha-Banaras Express Update: યાત્રીઓની સુવિધા અને સંચાલન સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર ૨૨૯૬૯/૨૨૯૭૦ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.

વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ, ૨૦૨૫ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૯.૨૦/૧૯.૨૫ વાગ્યાનો રહેશે.
  • ટ્રેન નંબર ૨૨૯૭૦ બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨૬ જુલાઈ, ૨૦૨૫ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૦૩.૨૫/૦૩.૩૦ વાગ્યાનો રહેશે.

આ ઉપરાંત, આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમય, કોચ કમ્પોઝિશન, સ્ટોપેજ વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો