Train Passengers Alert: 05 જુલાઈથી આ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે
Train Passengers Alert: 05 જુલાઈથી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બદલાયેલા સમય સાથે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

રાજકોટ, 23 જૂન: Train Passengers Alert: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય માટે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપેજ 70 દિવસ માટે અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે.
તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
આ પણ વાંચો:- Employees Honored: રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા
ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 05.07.2025 થી 12.09.2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર કુલ 10 મિનિટ ઊભી રહેશે. આ ટ્રેનનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો બદલાયેલો સમય અનુક્રમે 06:48/06:58 કલાકે રહેશે.
ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
