Rishabh Pant

Rishabh Pant Records: એક જ દિવસમાં રિષભ પંતે બનાવ્યા 10 મોટા રેકોર્ડ, વાંચો વિગત..

Rishabh Pant Records: પંતના હવે ટેસ્ટ મેચમાં 3200 રન છે. તેના નામે 15 અડધી સદી પણ છે.

google news png

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 જૂનઃ Rishabh Pant Records:  લીડ્સના હેડિંગ્લી ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં રિષભ પંતે બેવડી સદી ફટકારી હતી. પ્રથમ ઇનિંગમાં 134 રન બનાવ્યા બાદ, તેણે બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેના નામે એક જ દિવસમાં 10 મોટા રેકોર્ડ નોંધાયા છે.

રિષભ પંથના નામે 10 મોટા રેકોર્ડ નોંધાયો
1. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંતની 44 ટેસ્ટ મેચમાં આઠમી સદી ફટકારી હતી. તેમણે 77મી ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પંતના હવે ટેસ્ટ મેચમાં 3200 રન છે. તેના નામે 15 અડધી સદી પણ છે.

2. રિષભ પંત ઇંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

આ પણ વાંચો:- Jethalal Missing: તારક મહેતા શોમાંથી બબીતાજી અને જેઠાલાલ ગાયબ, અન્ય કલાકારોની ચિંતા વધી! જાણો શું છે મામલો?

3. રિષભ પંત એન્ડી ફ્લાવર પછી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર બીજો વિકેટકીપર બન્યો. ઝિમ્બાબ્વેના પૂર્વ દિગ્ગજ બેટ્સમેનએ 2001માં હરારેમાં દક્ષિણ આફ્રિકા સામે 142 અને 199* રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.

4. ટેસ્ટ રિષભ પંકની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર સાતમો ભારતીય બેટર બન્યો છે. આ ઉપરાંત, તે ઈંગ્લેન્ડમાં આ સિદ્ધી મેળવનાર પ્રથમ અને એકમાત્ર એશિયન પણ છે.

5. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચની ટેસ્ટ મેચમાં રિષભ પંતનો કુલ 252 (134 અને 118) સ્કોર ટેસ્ટમાં વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર છે. આ ત્રણેય ઉચ્ચ સ્કોર ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર એન્ડી ફ્લાવરના છે, જ્યારે ઈગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટમાં વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર એલેક સ્ટુઅર્ટના નામે હતો, જેમણે 1998માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે 204 (40 અને 164) રન બનાવ્યા હતા. ભારતીય વિકેટકીપર-બેટર દ્વારા બનાવેલ આ પહેલાનો સૌથી વધુ સ્કોર બુદ્ધિ કુંદરનનો હતો, જેમણે 1964માં ચેન્નાઈ ખાતે ઈંગ્લેન્ડ સામે 230 (192 અને 38) રન બનાવ્યા હતા.

8. રિષભ પંતે શોએબ બશીરના બોલ પર સાત છગ્ગા ફટકાર્યા. તે ટેસ્ટમાં એક જ બોલર સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર સંયુક્ત ત્રીજો બેટ્સમેન છે. વસીમ અકરમે પોલ સ્ટ્રૅંગ (શેખુપુરા 1996)ના બોલ પર નવ છગ્ગા ફટકાર્યા, રોહિત શર્માએ ડેન પીટ (વિશાખાપટ્ટનમ, 2019) બોલ પર આઠ છગ્ગા ફટકાર્યા જ્યારે હેરી બ્રુકે ઝાહિદ મહમૂદ (રાવલપિંડી, 2022) બોલ પર સાત છગ્ગા ફટકાર્યા.

9. ઈંગ્લેન્ડમાં પંતે તેની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં પચાસ રનથી વધુનો સ્કોર બનાવ્યો છે – 50, 146, 57, 134 અને 118. તે ઈંગ્લેન્ડમાં આ સિદ્ધિ મેળવનાર સાતમો બેટર બન્યો છે. તેના કરતા આગળ સ્ટીવન સ્મિથ છે, જેણે સાત વખત આ સિદ્ધિ મેળવી છે.

10. રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે પોતાની પાંચમી સદી ફટકારી. તે એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટર બન્યો છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો