Train

Rajkot-Bhuj Spl Train: રાજકોટ-ભુજ વચ્ચે ચલાવવામાં આવશે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Rajkot-Bhuj Spl Train: બુકિંગ ૨૬ જુલાઈથી

રાજકોટ, 25 જુલાઈ: Rajkot-Bhuj Spl Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભુજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર ૦૯૫૪૫/૦૯૫૪૬ રાજકોટ-ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ (કુલ ૫૪ ફેરા)

ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૯ જુલાઈ, ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે ૨૨.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૦૦ વાગ્યે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈ, ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે ૨૩.૧૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૫૦ વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ માટેનું બુકિંગ ૨૬ જુલાઈ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

BJ ADVT