Okha-Bandra Special Train: ઓખા-બાંદ્રા વચ્ચે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન
Okha-Bandra Special Train: બુકિંગ ૩ ઓગસ્ટથી
રાજકોટ, 01 ઓગસ્ટ: Okha-Bandra Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [૪ ફેરા]
ટ્રેન નંબર ૦૯૦૭૮ ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે ૦૮:૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૬ અને ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ચાલશે.
એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૭૭ બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે ૨૧:૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૬:૪૫ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૪ અને ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ચાલશે.
આ પણ વાંચો:- Cleanliness Campaign: રાજકોટ ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-2025’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ માટેનું બુકિંગ ૩ ઓગસ્ટ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.