Tree Planting Campaign: રાજકોટ રેલવે ડિવિઝનમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાન
Tree Planting Campaign: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સ્વતંત્રતા દિવસ સમારોહ ૨૦૨૫’ હેઠળ વિશાળ વૃક્ષારોપણ અભિયાન

રાજકોટ, 14 ઓગસ્ટ: Tree Planting Campaign: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ‘સ્વતંત્રતા દિવસ સમારોહ-૨૦૨૫’ નિમિત્તે એક મોટું વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું. આ કાર્યક્રમ આજે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના પરિસરમાં યોજાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે પરિસરને લીલુંછમ બનાવવાની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ વધારવાનો હતો.

રાજકોટ ડિવિઝનના રેલવે ડિવિઝનલ મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ વૃક્ષારોપણ કાર્યક્રમનું નેતૃત્વ કરતાં પોતાના શુભ હસ્તે છોડ રોપ્યા. ત્યાર બાદ, અપર ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ અભિયાન હેઠળ, રાજકોટ ડિવિઝનના વિવિધ ડેપો અને સ્ટેશનો સહિત કુલ ૨૦ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ દરમિયાન લગભગ ૫૦૦ લોકોની ભાગીદારીથી અંદાજે ૩૦૦ છોડ રોપવામાં આવ્યા. આ મહત્ત્વપૂર્ણ પહેલમાં માત્ર રેલવે કર્મચારીઓએ જ નહીં, પરંતુ બહારના લોકોએ પણ ભાગ લીધો, જે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો