Train Schedule: ઓખા-દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ ઓખાને બદલે જામનગરથી ઉપડશે
Train Schedule: ૨૨ ઓગસ્ટની ઓખા-દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ ઓખાને બદલે જામનગરથી ઉપડશે

રાજકોટ, 14 ઓગસ્ટ: Train Schedule: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ્દ ટ્રેનો:
- 21.08.2025 ના રોજ નાથદ્વારાથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે, આ રીતે આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
- 22.08.2025ની ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ઓખાની જગ્યાએ જામનગરથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે, આ રીતે આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
આ પણ વાંચો:- Tree Planting Campaign: રાજકોટ રેલવે ડિવિઝનમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાન
રેલ મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી પ્રારંભ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
