RJT DRM Pointmane hounred

Pointsman honored by DRM: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ ડીઆરએમ દ્વારા પોઈન્ટ્સમેનનું સન્માન

Pointsman honored by DRM: જીતુ દાસની સતર્કતા અને સમયસર લીધેલા પગલાંથી એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ.

google news png

રાજકોટ, ૧૯ ઓગસ્ટ: Pointsman honored by DRM: રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ રાજકોટ ડિવિઝનના જલિયા દેવાણી ખાતે ફરજ બજાવતા પોઈન્ટ્સમેન જીતુ દાસ જેનું રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીના દ્વારા તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું છે. ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં તેમને પ્રશંસા પત્ર આપીને આ સન્માન કરાયું હતું.

દાસે તેમની જાગૃતિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાથી એક સંભવિત મોટા અકસ્માતને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના 17 જૂન, 2025ના રોજ બની હતી, જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેન જલિયા દેવાણી પાસેથી પસાર થઈ. ટ્રેન પસાર થયા બાદ તરત જ તેમણે ટ્રેક 39 Tની તપાસ કરી.

આ પણ વાંચો:- Aizawl Rail Network: કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર

તપાસ દરમિયાન તેમને ગ્લુડ જોઈન્ટ પાસે પાટામાં તિરાડ (ક્રેક) જોવા મળી. તેમણે કોઈપણ વિલંબ કર્યા વગર તરત જ ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી, જેના પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવી. દાસની સતર્કતા અને સમયસર લીધેલા પગલાંથી એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ.

OB banner

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશચંદ્ર મીણા અને સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનીલ કુમાર ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો