Ganpati Special Trains: વિશ્વામિત્રી થી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેનો ચાલશે
Ganpati Special Trains: પશ્ચિમ રેલ્વે વિશ્વામિત્રી થી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેનો ચલાવશે
વડોદરા, ૧૯ ઓગસ્ટ: Ganpati Special Trains: ગણપતિ ઉત્સવ 2025 દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદેશ્ય થી પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગિરી- વિશ્વામિત્રી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવશે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નં. 09120/09119 વિશ્વામિત્રી – રત્નાગિરી- વિશ્વામિત્રી (સાપ્તાહિક) સ્પેશલ [03 ફેરા]
ટ્રેન નંબર 09120 વિશ્વામિત્રી – રત્નાગિરી સ્પેશલ સોમવારે વિશ્વામિત્રી થી 08:00 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 20:00 વાગ્યે રત્નાગિરી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 01 અને 08 સપ્ટેમ્બર, 2025 ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 રત્નાગિરી – વિશ્વામિત્રી સ્પેશલ (Ganpati Special Trains) સોમવારે રત્નાગિરીથી 21:00 વાગ્યે ઉપડશે અને તે બીજા દિવસે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 01 અને 08 સપ્ટેમ્બર, 2025 ચાલશે.
આ પણ વાંચો:– Budh Pradosh Vrat 2025: આવતી કાલે બુધ પ્રદોષ વ્રત , જાણો પૂજા-વિધિ સહિત આ દિવસનું મહત્વ
આ ટ્રેન બંને દિશાઓ માં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાનુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, અને સંગમેશ્વર રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09120 નું બુકિંગ 20 ઓગસ્ટ, 2025 થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર સ્પેશલ ટ્રેનો તરીકે ચાલશે . ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો