Goods train rjt

First time on Indian Railways: રાજકોટ ડિવિઝને માલવહન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કર્યો

google news png

રાજકોટ, 05 સપ્ટેમ્બર: First time on Indian Railways: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવહન ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કાનાલુસ ખાતેથી પ્રથમવાર ખાનગી માલિકીની રેકમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું. આજનો દિવસ રાજકોટ ડિવિઝન માટે ઐતિહાસિક છે, કારણ કે ભારતીય રેલવેમાં આ પ્રકારની લોડિંગે નિયમિત માલવહન દ્વારા આવકનો માર્ગ મોકળો કર્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો ઉપયોગ મુખ્યત્વે જેટ એન્જિનવાળા અને ટર્બો-પ્રોપ એન્જિનવાળા વિમાનોને શક્તિ આપવા માટે થાય છે.

OB banner

રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ રેલવેની આવકમાં વધારો કરવા માટે સતત નવા ટ્રાફિકને આકર્ષવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે આજે ૪૯ વેગનવાળી પ્રથમ માલગાડી, જેમાં અંદાજે ૨૭૫૮ ટન એવિએશન ટર્બાઇન ફ્યુઅલ હતું, તે રિલાયન્સ રેલ ટર્મિનલ, કાનાલુસથી રવાના થઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાઇડિંગ, રેવાડી (હરિયાણા) માટે પ્રયાણ કર્યું. આ લોડિંગથી રાજકોટ ડિવિઝનને આશરે ₹૬૪ લાખની આવક થઈ છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

રાજકોટ ડિવિઝન સતત નવા વિચારો અને રણનીતિઓ પર કામ કરી રહ્યું છે જેથી વિવિધ ક્ષેત્રોમાંથી નવા પ્રકારના માલવહનને આકર્ષી શકાય અને રેલવેની આવકમાં વધુ વધારો કરી શકાય. આ ઐતિહાસિક સિદ્ધિથી માત્ર રાજકોટ ડિવિઝનની માલવહન ક્ષમતાને જ મજબૂતી નહીં મળે, પરંતુ ભાગીદારી અને સહયોગના નવા રસ્તા પણ ખુલશે.

આ પણ વાંચો:- A new example of RPF: ‘સેવા હી સંકલ્પ’: રાજકોટ ડિવિઝન ના આરપીએફ એ નવું ઉદાહરણ પૂરું પાડયું

આવનારા સમયમાં એટીએફ સહિત અન્ય મુખ્ય ચીજવસ્તુઓનું પણ નિયમિત લોડિંગ થવાની શક્યતા છે, જેનાથી રેલવે માટે લાંબા ગાળાની અને સ્થિર આવકનો પ્રવાહ સુનિશ્ચિત થશે. આ પહેલ ભારતીય રેલવેને માલવહન ક્ષેત્રમાં વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો