adi clean

Amdavad Division: અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે “સ્વચ્છતા પખવાડિયા”ની શરૂઆત

Amdavad Division: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં વડનગર સ્ટેશન પર 75 છોડ લગાવવામાં આવ્યા

  • ‘સ્વચ્છતા એ જ સેવા’ એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી
google news png

અમદાવાદ, 17 સપ્ટેમ્બર: Amdavad Division: “સ્વચ્છતા એ જ સેવા” (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે. આ અભિયાન 2014 માં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનની ગતિને આગળ વધારે છે અને સ્વચ્છતા પ્રત્યે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બર 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ નગર વડનગર સ્ટેશન પર “એક વૃક્ષ મા ના નામે” હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર વડાપ્રધાન ના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદી અને અન્ય જાણીતા મહેમાનો દ્વારા વડનગર સ્ટેશન પર પર માતૃપ્રેમ અને પર્યાવરણ જાગૃતિના સન્માનમાં સ્ટેશન સંકુલમાં 75 છોડ લગાવવામાં આવ્યા. આ દરમિયાન વડનગર સ્ટેશન પર લગભગ 400 લોકો ઉપસ્થિત રહ્યા.

OB banner

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે ડીઆરએમ કચેરીમાં રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાની શપથ અપાવી. આ અવસર પર સૌએ દરવર્ષે 100 કલાક શ્રમદાન કરવાનો અને અન્ય 100 લોકોને આના માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો. આ સાથે જ મંડળમાં “સ્વચ્છતા પખવાડિયું” આરંભ થયું, જે 2 ઓક્ટોબર 2025 સુધી પ્રત્યેક દિવસે વિવિધ પ્રવૃત્તિઓ સાથે મનાવવમાં આવશે.

આ પણ વાંચો:- Public awareness program: રાજકોટ ડિવિઝનમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

સ્વચ્છ અને હરિત ભારત પ્રત્યે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવતાં મંડળ રેલવે પ્રબંધક કચેરીમાં કુલ 500 થી વધુ કર્મચારીઓએ સ્વચ્છતા શપથ અને શ્રમદાન પ્રવૃત્તિમાં ભાગ લીધો. મંડળ રેલવે વ્યવસ્થાપકે આ દરમિયાન સર્વશ્રેષ્ઠ શ્રમદાન કરનારા ત્રણ સમૂહોને ક્રમશઃ પ્રથમ 15000, દ્વિતીય 10000 અને તૃતીય 5000 રૂપિયા રોકડા ઈનામ આપવાની જાહેરાત પણ કરી.

આ દરમિયાન મંડળના વિવિધ સ્ટેશનો, જેમ કે મંડળ કચેરી, સાબરમતી, ચાંદલોડિયા, પાલનપુર, મહેસાણા, પાટણ, ભુજ, વડનગર સ્ટેશન, ડીઝલ શેડ વગેર પર વ્યાપક સ્તરે શ્રમદાન કરી સ્ટેશનો અને રેલવે સંકુલોને સ્વચ્છ બનાવવામાં આવ્યા. જેમાં લગભગ 15 ટ્રક કચરો એકઠો કરીને નિકાલ કરવામાં આવ્યો. આ વખતે મંડળમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે એક-એક રેલવે અધિકારીના સંકલનમાં રેલવે કર્મચારીઓની સાથે સમૂહ બનાવીને શ્રમદાન કરવામાં આવ્યું.

સાબરમતી થી વડનગર સુધી એક વિશેષ સ્વચ્છતા અભિયાન ટ્રેન
‘સ્વચ્છતા એ જ સેવા’ ની ભાવનાને અનુરૂપ એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી એક વિશેષ સ્વચ્છતા અભિયાન ટ્રેન ચલાવવામાં આવી, જે ફક્ત અંતર કાપવાનું જ નહીં, પરંતુ સ્વચ્છતા અને નાગરિક જવાબદારી પ્રત્યે સમર્પણનું પ્રતિક બની. આ આયોજન સાબરમતી રેલવે સ્ટેશન પર સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (કોચિંગ) અમદાવાદ દ્વારા અપાવવામાં આવેલી શપથની સાથે આરંભ થયું, જેમાં રેલવે સ્ટાફ અને સમર્પિત એનજીઓ સ્વંયસેવકોએ ભાગ લીધો. આ શપથ સમારંભ સ્વચ્છતા, સતતતા અને સક્રિય નાગરિકતા પ્રત્યે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનો એક પ્રભાવશાલી પુનઃ સંકલ્પ હતો.

શપથ ઉપરાંત સાબરમતી સ્ટેશન પર એક વ્યાપક શ્રમદાન અને ગહન સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. દરેક ખૂણાને પૂરી લગન અને એકજૂથતાની સાથે સાફ કરવામાં આવ્યો, જ્યાં તમામ સહભાગીઓ-રેલવે સ્ટાફ, સ્વંયસેવક અને અધિકારીએ ખભાથી ખભો મેળવીને કામ કર્યું. આ પછી સ્વચ્છતા વિશેષ ટ્રેને પોતાની યાત્રા આરંભ કરી જે સાબરમતી, ખોડિયાર, કલોલ, ઝૂલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, મહેસાણા, વિસનગર અને વડનગર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાઈ. દરેક રોકાણ પર રેલવે કર્મચારીઓએ સફાઈ અભિયાનો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી કરી, જેનાથી સ્ટેશન વધુ સ્વચ્છ અને યાત્રીઓ અને સમુદાય માટે સ્વાગતયોગ્ય બની શકે.

અમદાવાદ મંડળ આ અભિયાનને સફળ બનાવવા માટે મોટા પાયે પ્રચાર કરી રહ્યુ છે અને આમાં ખાનગી સંગઠનો, બિન-સકારી સંગઠનો (NGOs) અને સમાજસેવકોને પણ સક્રિયરૂપે સામેલ કરવામાં આવી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો