Garba at IPS Mess: અમદાવાદમાં આઈપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
Garba at IPS Mess: મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી અને આઈપીએસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: Garba at IPS Mess: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે (Garba at IPS Mess) મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારી કે. એન એલ. રાવ, મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએસ અધિકારીઓ પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો:-
Cleanliness Campaign: ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં મંત્રી ભાનુબેન બાબરીયાની સહભાગિતા

આ પ્રસંગે (Garba at IPS Mess) જાણીતા કલાકાર ભરત બારિયા અને તેમના વૃંદ દ્વારા આરતી સાથે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પોરબંદરની મંડળી દ્વારા મણિયારો અને ઢાલ-તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા તો આણંદના યુવાનો દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.
