Garba on Operation Sindoor

Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

Garba on Operation Sindoor: સાતમના નોરતે રાત્રે ૧૧ વાગ્યે ગુજરાત ઇતિહાસ સર્જશે અનોખું આયોજન

  • Garba on Operation Sindoor; સાતમના નોરતે રાજ્યભરમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે
  • શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ મંત્રીની અપીલ
  • એક નોરતું દેશના નૌજવાનોને નામ – દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ
google news png

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: Garba on Operation Sindoor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે. તેમણે આવતીકાલે, રવિવાર, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે.

સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, “આવતીકાલે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.”

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

આ અંગે હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, (Garba on Operation Sindoor) આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છીએ. આપણી આ ખુશી અને સલામતી પાછળ મા અંબાના આશીર્વાદની સાથે સાથે સરહદો પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોનું શૌર્ય અને પરાક્રમ પણ છે. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકો એ જ શક્તિ અને વિજયના સાચા પ્રતિક છે.

આ પણ વાંચો:- Message of cleanliness at Bhaktinagar station: ‘સ્વચ્છોત્સવ’ ભક્તિનગર સ્ટેશન પર : નૂકડ નાટક અને ગરબાથી જનજાગૃતિ

ગૃહ મંત્રીએ રાજ્યના તમામ ગરબા સંચાલકો, (Garba on Operation Sindoor) આયોજકો અને ડી.જે. મિત્રોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત સમયે દરેક શેરી, પોળ અને પાર્ટી પ્લોટમાં ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડે અને ખેલૈયાઓને તેના પર ગર્વભેર ઝૂમવા માટે પ્રેરણા આપે.

તેમણે ખેલૈયાઓને અપીલ કરતા કહ્યું કે, “જ્યારે આ ગરબો વાગે, ત્યારે તમારા દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવીએ.”

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો