Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ
Late Prabodhbhai Rawal: સંસ્મરણોમાં કાર્યકરોની આંખો ભીની, ૨૫૦થી વધુ કાર્યકરોની હાજરી

અમદાવાદ, ૨૭ સપ્ટેમ્બર: Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પ્રબોધ રાવલ વાનપ્રસ્થ આશ્રમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો તથા પુત્ર ચેતન રાવલ સાથે જોડાયેલા કાર્યકરોએ હાજરી આપી પુષ્પાંજલિ અર્પી.
કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ચેરમેન ભૂમન ભટ્ટ, ભૂ.પૂ. મ્યુનિસિપલ નેતા સુરેન્દ્ર બક્ષી, કોર્પોરેટર ગોવિંદભાઇ પરમાર, ઝુલ્ફીખાન, ઇકબાલ શેખ, જમનાબેન વેગડા, ડોલીબેન દવે, ભીખુભાઇ દવે, રઝીયાબેન, ગોપાલ મહેશ્વરી, કષ્યપ વ્યાસ, ઝવેરભાઇ દેસાઇ, જેવીક બ્રહ્મભટ્ટ તથા ભૂ.પૂ. ડીવાયએસપી તરૂણભાઇ બારોટે ઉપસ્થિત રહ્યા. સાહેબની સાથેના સંસ્મરણો યાદ કરતાં ઘણા કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ પણ વાંચો:– Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા
Gujarat Police’s mega strike: સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક
કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખ સહિત આશરે ૨૫૦થી વધુ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી.
ઉલ્લેખનીય છે કે (Late Prabodhbhai Rawal) સ્વ. પ્રબોધભાઇ રાવલ ગુજરાત પ્રદેશ પ્રમુખ, રાજ્યના ગૃહ તથા શિક્ષણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા. તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ગુજરાતની ચળવળમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. ઉપરાંત, ભારતના ૨૯ રાજ્યોમાં પ્રભારી તરીકે ફરજ બજાવી હતી. આજે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોના કાર્યકરો તેમને યાદ કરી રહ્યા છે.
