chandlodiya B

Important Information for Trains: યાત્રીઓની સુવિધા માટે અપીલ: ચાંદલોડિયા ‘B’ સ્ટેશન પર આવ-જા કરતી ટ્રેનો

Important Information for Trains: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં એ ખાતરી કરી લે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી રહી છે

google news png

રાજકોટ, 01 ઓક્ટોબર: Important Information for Trains; પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં એ ખાતરી કરી લે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી રહી છે. સાચા સ્ટેશનની માહિતી લેવાથી ટ્રેન ચૂકી જવાથી અથવા અન્ય અસુવિધાઓથી બચી શકાય છે.

નીચેની ટ્રેનોનું આગમન/પ્રસ્થાન ચાંદલોડિયા ‘B’ સ્ટેશનથી થાય છે:

  • ૨૦૯૩૭ – પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ
  • ૨૦૯૩૮ – દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ
  • ૧૯૨૬૯ – પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ
  • ૧૯૨૭૦ – મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસ
  • ૨૨૯૫૮ – વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ
  • ૨૨૯૫૭ – ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ
  • ૧૯૧૨૦ – વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
  • ૧૯૧૧૯ – ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ
  • ૦૯૫૬૯ – રાજકોટ – બરૌની સ્પેશિયલ
  • ૦૯૫૭૦ – બરૌની – રાજકોટ સ્પેશિયલ

આ પણ વાંચો:- Rajbhasha Pakhavada: રાજકોટ રેલવે ડિવિઝન પર રાજભાષા પખવાડિયું-૨૦૨૫: પુરસ્કાર વિતરણ સમારોહ સંપન્ન

પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ પ્રવાસ પહેલાં તેમની ટ્રેનનું સાચું સ્ટેશન ચોક્કસપણે તપાસી લે અને સમયસર ત્યાં પહોંચે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો