AC coach facility: પશ્ચિમ રેલવે તરફથી ઓખા–ભાવનગર રૂટ પર એસી કોચનો વધારો
AC coach facility: 🌟 મુસાફરો માટે ખુશખબર: ઓખા–ભાવનગર ટ્રેનોમાં વિસ્તૃત એસી સુવિધા
રાજકોટ, ૧૫ ઓક્ટોબર: AC coach facility: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખા–ભાવનગર અને ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી પાડવામાં આવી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વાતાનુકૂલિત કોચની સુવિધાને નીચે મુજબ લંબાવવામાં આવી છે. વિગતો આ પ્રમાણે છે:
૧) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ
આ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની કરવામાં આવી છે.
આ પણ વાંચો:- Amrut Samvad: રાજકોટ મંડળના મોરબી અને હાપા સ્ટેશનો પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન
૨) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ
આ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની કરવામાં આવી છે.
આ સુવિધાના વિસ્તરણથી મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.
