train 7

General coach in Rajkot-Veraval: રાજકોટ–વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનોમાં વધારાના જનરલ કોચની સુવિધા

General coach in Rajkot-Veraval: રાજકોટ–વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનોમાં ૨૭ ઓક્ટોબરથી વધારાના જનરલ કોચની સુવિધા

google news png

રાજકોટ, 25 ઓક્ટોબર: General coach in Rajkot-Veraval: યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ થી અમલમાં આવશે.

આ અંતર્ગત ટ્રેન નંબર ૫૯૪૨૩ રાજકોટ–વેરાવળ અને ટ્રેન નંબર ૫૯૪૨૪ વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો સામાન્ય કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે.

આ પહેલથી યાત્રીઓને વધુ સગવડતાપૂર્ણ મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે, સાથે જ ભીડના દબાણમાં પણ ઘટાડો થશે.

યાત્રીગણ ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય-પત્રક સંબંધિત વિસ્તૃત જાણકારી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ
👉 www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો