Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’નો શુભારંભ
Awareness Week: સત્યનિષ્ઠાના શપથ સાથે અભિયાનની શરૂઆત

રાજકોટ, 27 ઓક્ટોબર: Awareness Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં તારીખ ૨૭ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૫ સુધી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ અભિયાનનો વિષય છે — “સતર્કતા : આપણી સહિયારી જવાબદારી”. તેનો ઉદ્દેશ વહીવટી પ્રણાલી અને પ્રક્રિયાઓમાં સુધારો લાવીને ભ્રષ્ટાચારનું નિવારણ, પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહિત કરવાનો છે.

કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજકોટના ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, પ્રત્યેક કર્મચારીએ પોતાના કાર્યમાં પારદર્શિતા જાળવીને સમયબદ્ધતા અને નિષ્ઠા સાથે પોતાના દાયિત્વોનું નિર્વહન કરવું જોઈએ.
આ અવસરે અપર ડિવિઝનલ રેલ પ્રબંધક કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત સોલંકી, અન્ય શાખા અધિકારીગણ, રેલવે કર્મચારીઓ તથા ટ્રેડ યુનિયન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ શપથ ગ્રહણ કર્યા હતા.

