Digital Life Certificate 2

Digital Life Certificate: રાજકોટ ડિવિઝનમાં “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 4.0” નો પ્રારંભ

Digital Life Certificate: પેન્શન પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપતું પગલું — વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સુવિધાનો લાભ

google news png

રાજકોટ, 07 નવેમ્બર: Digital Life Certificate: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 4.0” ની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ અભિયાનનો ઉદ્દેશ્ય પેન્શનરોને તેમના જીવન પ્રમાણપત્ર (Life Certificate) ને ડિજિટલ માધ્યમથી સરળતાપૂર્વક અને સમયસર જમા કરાવવા માટે પ્રેરિત કરવાનો છે.

આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 4.0 (Digital Life Certificate) તારીખ ૦૧ નવેમ્બર ૨૦૨૫ થી ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે.

નવેમ્બર મહિનામાં બેંકોમાં જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પેન્શનના સતત લાભ માટે આવશ્યક હોય છે. સામાન્ય રીતે વૃદ્ધ પેન્શનરો અને પારિવારિક પેન્શનરો માટે બેંક સુધી જઈને પ્રમાણપત્ર જમા કરાવવું એક થાકભરી અને મુશ્કેલ પ્રક્રિયા સાબિત થાય છે. આ જ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજકોટ ડિવિઝને આ (Digital Life Certificate) વિશેષ ડિજિટલ પહેલ શરૂ કરી છે, જેના માધ્યમથી પેન્શનર હવે ઘરે બેઠા જ પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે.

આ પણ વાંચો:- Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

રાજકોટ ડિવિઝનમાં કાર્મિક વિભાગના સંકલનથી એકાઉન્ટ્સ વિભાગ દ્વારા આખો નવેમ્બર મહિનો આ પૂર્ણકાલિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ સ્ટેશનો, કચેરીઓ અને બેંકોમાં સુવિધા શિબિર અને કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી પેન્શનરોને તેમના દસ્તાવેજો જમા કરાવવામાં કોઈ અસુવિધા ન થાય.

અભિયાન હેઠળ બેંકોના શાખા મેનેજરો સાથે વિડિયો કોન્ફરન્સિંગ, સેમિનાર અને સૂચના શિબિરો આયોજિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં અનેક સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પેન્શનરો ભાગ લઈ રહ્યા છે. હવે સુધીમાં લગભગ ૪૦ પેન્શનર/પારિવારિક પેન્શનર પોતાના જીવન પ્રમાણપત્રો ડિજિટલ માધ્યમથી જમા કરાવી ચૂક્યા છે.

રાજકોટ ડિવિઝન દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પેન્શનરોને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ એન્ડ્રોઇડ મોબાઈલ અથવા અન્ય ડિજિટલ ઉપકરણોના માધ્યમથી ઘરેથી જ પોતાનું પ્રમાણપત્ર અપલોડ કરી શકે છે. આ ઉપરાંત, વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા પણ અન્ય પેન્શનરોને પ્રક્રિયાની જાણકારી અને લાભો શેર કરવામાં આવી રહ્યા છે.

Digital Life Certificate

આ અભિયાનમાં રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) ના પારિવારિક પેન્શનરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડિજિટલ પહેલ દ્વારા રાજકોટ ડિવિઝને વરિષ્ઠ નાગરિકો અને પારિવારિક પેન્શનરોના જીવનને વધુ અનુકૂળ અને સન્માનજનક બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પગલું ભર્યું છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો