The Pain: વેદના ને વેદ સમજાયા મને: રોનક જોષી ‘રાહગીર’
લાગણી, માંગણીનો હિસાબ ઉતારું છું અહીં.
The Pain: શબ્દો થકી હું યાદ ઉતારું છું અહીં,
જીવનભરનો થાક ઉતારું છું અહીં.
વેદના ને વેદ સમજાયા મને,
અનુભવનો નિચોડ ઉતારું છું અહીં.
થાક્યો પાક્યો બેઠો છું હું એકલો,
આસું સંગ આરામ ઉતારું છું અહીં.
કરચલીઓ માં ધ્રુજતુ લઈ ને બદન,
હ્રદયનો કાર્ડિયોગ્રામ ઉતારું છું અહીં.
આ ડાયરીઓ પણ ઘણી બધી ભરી છે,
લાગણી, માંગણીનો હિસાબ ઉતારું છું અહીં.
આ પણ વાંચો:- ESDM ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ: મંત્રી અર્જુન મોઢવાડિયા

