Train Schedule: ઓખા–ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક મોડી ઉપડશે
Train Schedule: 23 નવેમ્બરની ઓખા–ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક મોડી ઉપડશે
રાજકોટ, 21 નવેમ્બર:Train Schedule: રેલ પ્રશાસન દ્વારા જામનગર અને લાખાબાવળ વચ્ચે સ્થિત બ્રિજ નંબર 359 પર નવા આરસીસી બોક્સ ના નિર્માણ માટે 23 નવેમ્બર, 2025 ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે.
આ બ્લોકના કારણે ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ, તારીખ 23-11-2025 ના રોજ ઓખાથી તેના નિયમિત સમય 15:15 વાગ્યાના બદલે 2 કલાક મોડી એટલે કે 17:15 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત, આ ટ્રેનને જામનગર–લાખાબાવળ બ્લોક સેક્શનમાં માર્ગમાં 30 મિનિટ વધારાનો સમય રોકવામાં આવશે.
આ પણ વાંચો:- Vibrant Gujarat: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને મળશે વેગ
ટ્રેનના સંચાલન સંબંધિત અપડેટ્સની નવીનતમ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન કરી શકે છે.

