Rail traffic affected: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર
રાજકોટ, ૨૫ નવેમ્બર: Rail traffic affected: રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવો રોડ ઓવર બ્રિજ (ROB-48) બનાવવા માટે બ્લૉક લેવામાં આવશે. આ બ્લૉકને કારણે ૨૯ નવેમ્બરથી લઈને ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રેલવે વ્યવહારને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
તારીખ ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
- ટ્રેન નં ૧૧૪૬૬ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૨.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
- ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય ૦૭:૩૦ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૦૯:૩૦ વાગ્યે ઉપડશે.
- ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૧૨:૨૫ વાગ્યે ઉપડશે.
તારીખ ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
- ટ્રેન નં ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૩.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૧ કલાક વિલંબથી એટલે કે ૧૧:૨૫ વાગ્યે ઉપડશે.
- ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૫૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૪૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

