train coach 2

Changes in Okha-Jaipur Express: ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે

Changes in Okha-Jaipur Express: ૮ ડિસેમ્બરના રોજ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે

રાજકોટ, ૪ ડિસેમ્બર: Changes in Okha-Jaipur Express: ઉત્તર પશ્ચિમ રેલ્વે ના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. ૨૦૯૫૧ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  • ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. ૨૦૯૫૨ જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:

  • 06.12.2025 અને 09.12.2025 ના રોજ ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- OTP mandatory for Tatkal Booking: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર, OTP ફરજિયાત

  • 04.12.2025 અને 08.12.2025 ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢ નો સમાવેશ થાય છે.

મુસાફરો તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં લે અને કોઈપણ અસુવિધા ટાળવા માટે www.enquiry.indianrail.gov.in પર ટ્રેન સંચાલન અંગેના નવીનતમ અપડેટ્સ ચેક કરી લે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો