OTP mandatory for Tatkal Booking: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર, OTP ફરજિયાત
OTP mandatory for Tatkal Booking: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માટે OTP ચકાસણી ફરજિયાત
રાજકોટ, 04 ડિસેમ્બર: OTP mandatory for Tatkal Booking: પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ OTP તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. OTPનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે.
આ OTP આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆત માં ટ્રેન નંબર 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે.
નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ તથા IRCTC મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે.
આ પણ વાંચો:- Changes in Okha-Jaipur Express: ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે
મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર આપવો જરૂરી રાખે, જેથી OTP સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ ફેરફાર પર ધ્યાન આપવા અનુરોધ કરવામાં આવે છે.

