Rajkot Rail Division: ડૉ. બાબાસાહેબ આંબેડકરને 70મા મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ
Rajkot Rail Division: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 70માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી
રાજકોટ, 08 ડિસેમ્બર: Rajkot Rail Division: ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 70 માં મહાપરિનિર્વાણ દિવસની નિમિત્તે આજ રોજ કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે આવેલ ડિવિઝન રેલવે મેનેજર કચેરી તેમજ ડિવિઝનના તમામ સ્ટેશનો પર ગરિમાપૂર્ણ રીતે ભાવભાની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા દીપ પ્રજ્વલિત કરી ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તેમને સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- Okha-Bhavnagar Exp. Schedule: ઓખા–ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝન રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ, એસસી/એસટી એસોસિએશન અને ઓબીસી એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. સૌએ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

