Digital Life Certificate RJT

Digital Life Certificate: રાજકોટ રેલવે ડિવિઝને “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન ૪.૦” સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

​ ​Digital Life Certificate: ૧૫ શિબિરોમાં ૪૨૫ પેન્શનધારકોને મળી સરળ અને સમયબદ્ધ સેવા

રાજકોટ, 12 ડિસેમ્બર: Digital Life Certificate: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન ૪.૦માં અત્યંત સક્રિય અને અસરકારક ભાગીદારી નોંધાવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય પેન્શનરોને ડિજિટલ સુવિધાઓથી સશક્ત બનાવવાનો અને “જીવન પ્રમાણ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને સુગમ બનાવવાનો હતો.

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તથા ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત વી. સોલંકીના નેતૃત્વમાં એકાઉન્ટ્સ અને કાર્મિક વિભાગની ટીમો, કલ્યાણ નિરીક્ષકો, સુપરવાઇઝર્સ, પેન્શનર એસોસિએશનો અને વિવિધ બેંકોના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

​રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગ દ્વારા જામનગર, હાપા, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત ડિવિઝન હેઠળની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંક શાખાઓમાં વિશેષ DLC શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજરની ઓફિસ, રાજકોટ ખાતે દરરોજ એક સમર્પિત હેલ્પ ડેસ્ક પણ ચલાવવામાં આવ્યું હતું.

​આ શિબિરો અને સુવિધાઓ દ્વારા કુલ ૪૨૫ નિવૃત્ત રેલવે કર્મચારીઓને સીધો લાભ મળ્યો. માનસિક રીતે દિવ્યાંગ અને અતિ વરિષ્ઠ પેન્શનધારકોને સ્થળ પર જ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી આપવાની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૨૫ પેન્શનરોએ સુરેન્દ્રનગર, થાન, જામનગર અને હાપામાં આયોજિત શિબિરોમાં ભાગ લઈને DLC પ્રક્રિયા સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું.

​“ડિજિટલ ભારત – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે રાજકોટ ડિવિઝન સેવાઓને વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો