Rajkot Station Mahotsav

Change in train timings: રાજકોટ–પોરબંદર–વેરાવળ રૂટની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

રાજકોટ, 16 ડિસેમ્બર: Change in train timings: મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલી સમયસારણી 22 ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે.

મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

1. ​ટ્રેન નંબર 59561 રાજકોટ–પોરબંદર લોકલ ટ્રેનના રાજકોટથી ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ માર્ગના વિવિધ સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. પોરબંદર પહોંચવાનો સમય યથાવત રહેશે. આ ટ્રેન રાજકોટથી 08.35 કલાકને બદલે 08.50 કલાકે ઉપડશે.

2. ​ટ્રેન નંબર 59422 વેરાવળ–રાજકોટ લોકલ ટ્રેનના વેરાવળથી રીબડા સ્ટેશન સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 09.17/09.18 ને બદલે 09.04/09.06 કલાક રહેશે.

3. ​ટ્રેન નંબર 19207 પોરબંદર–રાજકોટ ટ્રેનના વેરાવળથી ગોંડલ સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તિનગર સ્ટેશન પર સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.00/10.01 ને બદલે 09.50/09.52 કલાક રહેશે.

4. ​ટ્રેન નંબર 59423 રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનના રાજકોટથી ઉપડવાના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે અને ભક્તિનગર સ્ટેશન પર સુધારેલો સમય લાગુ થશે. આગળ વેરાવળ સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટથી 08.00 કલાકને બદલે 07.55 કલાકે ઉપડશે. આ ટ્રેનનો ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 08.12/08.14 ને બદલે 08.07/08.09 કલાક રહેશે.

​રેલ મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો