Energy Conservation Week 3

Energy Conservation Week: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી

​ Energy Conservation Week: સૌર ઊર્જા, જન-જાગૃતિ અને બાળકોની સર્જનાત્મક ભાગીદારીથી અભિયાન સશક્ત બન્યું

રાજકોટ, 19 ડિસેમ્બર: Energy Conservation Week: ઊર્જા સંરક્ષણના મહત્વને જન-જન સુધી પહોંચાડવા અને ટકાઉ વિકાસ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી દેશભરમાં દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.

આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન પર 08 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર, 2025 દરમિયાન ઊર્જા સંરક્ષણ સપ્તાહનું (Energy Conservation Week) વ્યાપક અને અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું.

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ સપ્તાહ (Energy Conservation Week) દરમિયાન ડિવિઝનના તમામ નાના-મોટા રેલવે સ્ટેશનો અને રેલવે પરિસરોમાં ઊર્જાની બચત અને સંયમિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ જન-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન ઊર્જા સંરક્ષણ સંબંધિત સંદેશા ધરાવતા પોસ્ટરો અને સ્ટીકરો મુખ્ય સ્થળોએ લગાવવામાં આવ્યા હતા, પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જાહેર ઉદઘોષણા (એનાઉન્સમેન્ટ) દ્વારા મુસાફરો તથા સામાન્ય નાગરિકોને ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ માટે આહવાન કરવામાં આવ્યું હતું.

​આ ઉપરાંત, અન્ય વિભાગોના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને પણ વીજળી વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરો દ્વારા ઊર્જા સંરક્ષણ વિષય પર કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું, જેથી દૈનિક જીવનમાં ઊર્જા બચતની આદતને પ્રોત્સાહન મળી શકે.

​સીનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રજની યાદવે જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝનમાં અત્યાર સુધીમાં 1389 કિલોવોટ પીક (KWp) ક્ષમતાના સોલર પેનલ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા નવેમ્બર 2025 સુધીમાં આશરે ₹38.99 લાખની રેલવે આવકની બચત સુનિશ્ચિત કરવામાં આવી છે.

Energy Conservation Week

તેમણે ઉમેર્યું હતું કે ડિવિઝનનો વિદ્યુત વિભાગ ઊર્જા સંરક્ષણ (Energy Conservation Week) અને બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ દિશામાં, નજીકના ભવિષ્યમાં ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને સેવા ભવનો પર આશરે 2.74 મેગાવોટ પીક (MWp) ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.

​ઊર્જા સંરક્ષણ સપ્તાહ અંતર્ગત 13 ડિસેમ્બર, 2025ના રોજ ડિવિઝનલ ઓફિસ ખાતે ઊર્જા સંરક્ષણ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓ અને અધિકારીઓના 8 થી 14 વર્ષની વયના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 36 બાળકોએ સહભાગિતા નોંધાવી હતી.

આ પણ વાંચો:- RJT Pension Adalat: રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું સફળ આયોજન

રાજકોટ રેલવે ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ સહભાગી બાળકોને પ્રોત્સાહન રૂપે સાંત્વના પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

​રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આયોજિત આ ઊર્જા સંરક્ષણ સપ્તાહ માત્ર પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક સશક્ત પહેલ સાબિત થયું નથી, પરંતુ મુસાફરો, કર્મચારીઓ અને ભાવિ પેઢીને ઊર્જાના મહત્વ સાથે જોડવાનું એક અસરકારક માધ્યમ પણ બન્યું છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો