Rajkot division affected trains: રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
Rajkot division affected trains: બોરીવલી–કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
રાજકોટ, 20 ડિસેમ્બર: Rajkot division affected trains: પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:
રીશેડ્યૂલ કરવામાં આવેલી ટ્રેનો:
ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રીશેડ્યૂલ થવાને કારણે વેરાવળથી નીચે મુજબ મોડી ઉપડશે: 27.12.2025 ના રોજ: 01 કલાક, 10.01.2026 ના રોજ: 45 મિનિટ, 15.01.2026 ના રોજ: 45 મિનિટ અને 16.01.2026 ના રોજ: 30 મિનિટ.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
27.12.2025 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
આ પણ વાંચો:- Make in India Metro Train: અમદાવાદને મળી તેની પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન
28.12.2025, 29.12.2025, 10.01.2026 અને 15.01.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે, એટલે કે માર્ગમાં મોડી પડશે.
ટ્રેનોના સ્ટોપેજ રદ થવા બાબત:
27.12.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે નહીં. બોરીવલીના બદલે આ ટ્રેન એક દિવસ માટે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર ઉભી રહેશે.
- વસઈ રોડ સ્ટેશન: આગમન 03.22 કલાકે અને પ્રસ્થાન 03.34 કલાકે.
- અંધેરી સ્ટેશન: આગમન 04.12 કલાકે અને પ્રસ્થાન 04.14 કલાકે.
રેલ મુસાફર તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

