RailOne App

RailOne App: ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં રેલવે બોર્ડની મહત્વપૂર્ણ પહેલ

​ RailOne App: રેલવન એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે ૩% નો સીધો લાભ

રાજકોટ, ૧ જાન્યુઆરી: RailOne App: રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ‘રેલવન’ (RailOne) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

​વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે—દ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર ૩ ટકાનું ડિસ્કાઉન્ટ (છૂટ) આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે.

​રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ૩ ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાના પ્રભાવનું પ્રતિસાદ (ફીડબેક) ના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

​રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો