Rajkot Station Mahotsav

RJT Train Schedule: રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

રાજકોટ, 3 જાન્યુઆરી: RJT Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 09575/09576 રાજકોટ – મહેબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ (8-8 ટ્રિપ)

​ટ્રેન સંખ્યા 09575 રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ (દર સોમવારે) ના ફેરા 5 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

​તે જ રીતે, ટ્રેન સંખ્યા 09576 મહેબૂબનગર – રાજકોટ સ્પેશિયલ (દર મંગળવારે) ના ફેરા 6 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

​ટ્રેન સંખ્યા 09575 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 4 જાન્યુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો