JMC ADVOCATE

જામનગરના યુવા એડવોકેટ નું કોરોના થી મૃત્યુ નિપજતા વકીલોમા શોકનું મોજું

JMC ADVOCATE

એડવોકેટ ને પ્લાઝમા પણ ડોનેટ કરાયા હતા: નગરના એક ડઝન વકીલો કોરોના સંક્રમિત બન્યા

રિપોર્ટ:જગત રાવલ

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે, સાથે સાથે કોરોના ના કારણે મૃત્યુ ના દરમાં પણ વધારો થાય છે. જેમાં જામનગરના વધુ એક એડવોકેટ નું મૃત્યુ થયું છે. જેથી વકીલ મંડળમાં શોકની લાગણી ફેલાઇ છે. અત્યાર સુધીમાં એક ડઝન જેટલા એડવોકેટ કોરોના સંક્રમિત બની ગયા છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન ગત સપ્તાહે હર્ષિદાબેન પટેલ નામના એડવોકેટ નું કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. ત્યાર પછી આજે સવારે એડવોકેટ રોહિતભાઈ અંતાણી નું પણ જી.જી.હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, આ પૂર્વે મહિલા એડવોકેટ હર્સદાબેન પટેલનું કોરોના ના કારણે અવસાન થયું હતું ત્યારબાદ વધુ એક એડવોકેટનું અવસાન થતાં વકીલ મંડળમાં શોક નું મોજું ફરી વળ્યું છે.

જેઓ ગત સપ્તાહે કોરોના સંક્રમિત બન્યા હતા, અને સારવાર માટે જી.જી હોસપીટલ મા દાખલ કરાયા હતા. તેઓને પ્લાઝમા ની જરૂરત ઊભી થઈ હતી, અને ગઈ કાલે બે પ્લાઝ્મા ના ડોનર ને શોધીને જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, અને પ્લાઝમા ડોનેટ કરાયા હતા. દરમિયાન આજે સવારે તેઓ ના મૃત્યુના સમાચાર મળતાં વકીલ મંડળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં એક ડઝન જેટલા એડવોકેટ કોરોના સંક્રમિત બની ગયા છે. જોકે બે થી ત્રણ એડવોકેટ સિવાય અન્ય તમામ વકીલોની તબિયતમાં સુધારો થતાં રજા આપી દેવામાં આવી છે અથવા તો હોમ આઇસોલેશન માં છે.