ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ.

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા આપેલી મંજૂરી
 વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર,૧૫ સપ્ટેમ્બર
- ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે.
 - ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે
 - પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૦૦ કરોડનું મૂડીરોકાણ થશે.
 - પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે.
 - રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આકાર પામશે – આ CNG ટર્મિનલ
 - પ્રતિ વર્ષ ૧પ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે.
 - પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન
 - શિપબ્રેકીંગ-શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે-વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ.
 - ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે.
 - CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે
 - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે.
 - રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે.
 
