નવસારી બજારના ૭૨ વર્ષીય ભારતીબેન ચપટવાલા કોરોના સામેનો જંગ જીતી ગયા

સુરત, ૧૫ સપ્ટેમ્બર: કોરોના વાયરસની મહામારી વચ્ચે નવી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ઘણાં દર્દીઓ મોટી ઉંમરના હોવા છતા પણ યોગ્ય સારવાર થી કોરોનાને સામે જગ જીતવા સફળ રહ્યા છે. સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ ૭૨ વર્ષીય ભારતીબેન ચપટવાલાને શ્વાસની સમસ્યા હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરોની સારવાર થકી કોરોનામુક્ત થયા છે.
સુરતના નવસારી બજારમાં ઢબુવાલાની ગલીમાં પરિવાર સાથે રહેતા ૭૨ વર્ષીય ભારતીબેન ચપટવાલાએ જણાવ્યું કે, તા.૨૪ ઓગસ્ટે કોરોનાના લક્ષણો જણાતાં ફેમિલી ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. ડોક્ટરે હોમ આઈસોલેટ થવાની સલાહ આપી હતી. ૨૫ ઓગસ્ટના રોજ સવારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેથી પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ૧૭ દિવસની સારવાર બાદ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ છું. જેનો સંપુર્ણ શ્રેય નવી સિવિલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને જાય છે. તા.૧૦મી સપ્ટેમ્બરે ભારતીબેનને રજા આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં પરિવારની જેમ સાચવી હોવાની જણાવી ભારતીબેન જણાવે છે કે, તબીબો, નર્સ, સફાઈ કર્મચારીઓની હુંફ અને આશ્વાસને કોરોના સામે વિજય મેળવ્યો છે.