હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા

RajkotTulsi Bhai
  • ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા
  • સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય તો ૧૦ માંથી ૧૦ માર્ક્સ આપું – દર્દીના પુત્ર કંદર્પભાઇ સાપરિયા

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૨૦ ઓક્ટોબર: વિશ્વભરમાં કોવિડ-૧૯ ના પ્રકોપને કારણે અનેક લોકો ચિંતિત છે, પરંતુ તમારી ચિંતા કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવી શકે છે ?? જો એવું નથી થતું તો શા માટે તમારાં જીવનની અમૂલ્ય ક્ષણોને ચિંતામાં વેડફી નાખો છો ! કોઈપણ રોગથી ડર્યા વિના તેનો હીંમતપૂર્વક સામનો કરશું તો રોગ આપણું મનોબળ જોઈને જ ભાગી જશે…આ સકરાત્મક શબ્દો છે તાજેતરમાં જ માત્ર ૬ દિવસમાં કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરનારા ૬૬ વર્ષીય વડીલ તુલસીભાઈ સાપરિયાના. 

સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૫ દિવસની સારવાર બાદ કોરોનામુક્ત બનેલા તુલસીભાઈ સાપરિયા અને મધુબેન સાપરિયાના પુત્ર કંદર્પભાઈએ જણાવ્યું હતું કે, ” સૌપ્રથમ મારા પપ્પાને માથાનો દુઃખાવો અને જમવામાં સ્વાદ ન આવવા જેવાં લક્ષણો જણાતાં તેમણે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રેપીડ ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઘરમાં મમ્મી અને પપ્પા બે જ રહેતાં હોવાથી મમ્મીનો રિપોર્ટ પણ કરાવ્યો અને એમને પણ કોરોના છે એ ખ્યાલ આવ્યો. હું વ્યવસાય અર્થે ગાંધીનગર રહું છું અને ઘરે મમ્મી-પપ્પા બન્નેને કોરોના પોઝિટિવ આવતાં તેમની કાળજી કોણ રાખશે એ પહેલો પ્રશ્ન ઉદ્દભવ્યો. પરંતુ અનેક લોકોનાં અભિપ્રાય અને સલાહ બાદ અંતે અમે સમરસ ખાતે દાખલ થવાનું નક્કી કર્યું.” 

loading…

તેમણે સમરસ કેર સેન્ટર ખાતેની સારવાર વિશે જણાવતા કહ્યું કે, “સમરસ ખાતે ઘરે જેમ વડીલોની સરભરા થાય તેમ મારા મમ્મી-પપ્પાની કાળજી લેવાતી. મમ્મી તો વિડીયો કોલ અને ફોન દ્વારા સતત સમરસ સંકુલની ચોખ્ખાઈ, વાતાવરણ, પૌષ્ટિક આહાર અને વ્યવસ્થાપન વિશે વખાણ કરતાં. ત્યાં ફરજપરસ્ત તમામ આરોગ્યકર્મીઓનો દર્દીઓ પ્રત્યેનો સંવેદનાસભર વ્યવહાર દર્દીઓને સાજા કરવામાં જાણે દવાનું કામ કરતાં. ખરેખર સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે અમારી ધારણા કરતાં અનેકગણી સારી સુવિધા અમને પ્રાપ્ત થઈ છે.”

તુલસીભાઈ અને મધુબેન ૬૦ વર્ષ વટાવી ચૂક્યાં હોવા છતાંય અન્ય કોઈ બીમારીથી પીડાતાં નથી અને સંપૂર્ણ તંદુરસ્ત છે. દ્રઢ વિશ્વાસ અને સકારાત્મક વિચારોના જોરે આજે તેઓ કોરોનાને હરાવીને પોતાનાં ઘરે પરત ફરી ચૂક્યાં છે.