Photo by Sorin Gheorghita on Unsplash

ડુંગળીના વાવેતર અંગે ખેડૂતોને કૃષિ સલાહ

Onion Farming

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૧૧ નવેમ્બર: હાલ ડુંગળીની ફેરરોપણી/સીધુ બીજથી વાવેતર અવસ્થાએ ઉદભવતા ડુંગળીમાં રીંગ વળી જવી અને જાંબલી ધાબા દેખાવા જેવા રોગ પાકને ના લાગે તે માટે કંઈ દવાનો ઉપયોગ કરવો તે અંગે સલાહ આપવામાં આવી છે. ડુંગળીના પાકમાં જાંબલી ધાબા, કોલેટોટ્રાયકમ અને ફ્યુઝેરીયમ ફૂગનો રોગ લાગુ ન પડે તે માટે એક પમ્પમાં ૪૦ ગ્રામ પ્રોપીકોનાઝોલ મેન્કોઝેબ અને ૧૫ ગ્રામ કાર્બેન્ડાઝીમ વારાફરતી કોઈપણ એક દવા નાખીને ૧૫ દિવસનાં અંતરે ત્રણ છંટકાવ કરવા.

whatsapp banner 1

ઉપરાંત સફેદ કાંજી ડુંગળીના વાવેતર સમયે ૨ થી ૩ ગ્રામ પ્રતિકિલો મુજબ કાર્બેન્ડાઝીમ દવાનો પટ આપીને પછી વાવેતર કરવું. શિયાળુ ડુંગળીનો રોપ ગાદી ક્યારા બનાવીને તૈયાર કરવો. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, તરઘડિયાની યાદીમાં જણાવાયું છે.