e3bfbe3d cf16 46fb ac2a 67216111b3ff

Gujarat Corona Update: રાજ્યમાં 1961 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાની સંખ્યમાં થયો ઘટોડો- તો બીજી તરફ આટલા લોકોએ લીધી પહેલા અને બીજા ડોઝની રસી!

Gujarat Corona Update

ગાંધીનગર, 25 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોના(Gujarat Corona Update)ના કુલ 1961 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ADVT Dental Titanium

રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.29 ટકા પર પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 38,64,161 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,21,158 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 44,85,319 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,78,796 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં કોરોનાનાં કુલ 1961 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 1405 દર્દીઓ સાજા થયા.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.29 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,80,285 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 9372 કોરોનાના એક્ટિવ કેસ છે. 81 લોકો વેન્ટિલેટર પર છે. 9291 લોકો સ્ટેબલ છે. 2,80,285 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4473 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનનાં 4 અને મહીસાગરમાં 02  સહિત કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આ પણ વાંચો….

કોરોનાના દર્દી માટે રાહતના સમચાર: ઝાયડસે કોરોનાની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનના ભાવ(remdesivir injection price) 68% ઘટાડો કર્યો..!