અમદાવાદની આ સ્કૂલ(Fire in school)માં લાગી ભીષણ આગ, ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે- જુઓ વીડિયો
અમદાવાદ, 09 એપ્રિલઃ અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ(Fire in school) લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અફરા તફરી મચી ગઇ હતો. તો બીજી તરફ આગ પર કાબૂ મેળવવા ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ત્રણ બાળકો ફસાયા હોવાનું જણાવાવામાં આવી રહ્યું છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પૂર્વ કોર્પોરેટર દેવચંદ પટેલની સ્કૂલમાં આગ લાગી છે. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સ્કૂલના ધાબા પર ફસાયેલા બાળકોનું પણ રેસ્કૂ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો….
