Rajkot to Samastipur: રાજકોટ થી સમસ્તીપુર તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠી વચ્ચે બે ટ્રીપ વિશેષ ટ્રેન સેવાઓનું પરિચાલન

પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ થી સમસ્તીપુર (Rajkot to Samastipur) તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠી વચ્ચે બે ટ્રીપ વિશેષ ટ્રેન સેવાઓનું પરિચાલન

અમદાવાદ , ૨૨ એપ્રિલ: Rajkot to Samastipur પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠી વચ્ચે એક – એક ટ્રીપ વિશેષ ટ્રેન ચલાવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે, વિગતો જે નીચે મુજબ છે.-

●  ટ્રેન નંબર 09521/09522 રાજકોટ – સમસ્તીપુર – રાજકોટ વિશેષ

ટ્રેન નંબર 09521 રાજકોટ – સમસ્તીપુર (Rajkot to Samastipur) જંકશન વિશેષ, તારીખ 28 એપ્રિલ 2021 ને સવારે 11.00 વાગ્યે રાજકોટ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 06:00 કલાકે સમસ્તીપુર જંકશન પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09522 સમસ્તીપુર જંકશન-રાજકોટ વિશેષ 01 મે, 2021 ને સવારે 06:20 વાગ્યે સમસ્તીપુર જંકશન થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 03.05 વાગ્યે રાજકોટ પહોંચશે.

Whatsapp Join Banner Guj

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે.

આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગ ક્લાસના આરક્ષિત કોચ રહેશે.

● 09079/09080 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ

ટ્રેન નંબર 09079 બાન્દ્રા ટર્મિનસ- ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 01 મે 2021 ને શનિવારે રાત્રે 23:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ થી ઉપડશે અને બીજા દિવસે 18:20 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09080 ભગત કી કોઠી – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 20 મે, 2021 ના રોજ રવિવારે 20:00 વાગ્યે ભગત કી કોઠી થી ઉપડશે અને બીજા દિવસે 14:10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. 

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન અને પાલી મારવાડ સ્ટેશનો પર રોકાશે.

ADVT Dental Titanium

ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ રહેશે.

ટ્રેન નંબર 09521 અને 09079 નું પેસેન્જર આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટથી તારીખ  24 એપ્રિલ 2021 થી શરૂ થશે.

ટ્રેનોની સંરચના, આવર્તન, ઑપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ અને ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો…IPL 2021: કોરોના સંક્રમણની વચ્ચે મોદી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલ મેચ, જાણો વધુ વિગત