યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યુદ્ધના ધોરણે 900 બેડની સુવિધા સાથે સજ્જ કોવિડ કેર હોસ્પિટલ(covid hospital) તૈયાર, વાંચો સંપૂર્ણ અહેવાલ
આ કોવિડ હોસ્પિટલ(covid hospital)નું ઉદ્ઘાટન આવતીકાલે(24 એપ્રિલ) ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન
અમદાવાદ, 23 એપ્રિલઃ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યુદ્ધના ધોરણે 900 બેડની સુવિધા સાથે સજ્જ કોવિડ કેર હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. અહીં કુલ 1400 બેડની ક્ષમતા વાળી હોસ્પિટલ(covid hospital) તૈયાર થશે. 750 ઓક્સિજન બેડની સુવિધા સાથે આ હોસ્પિટલમાં 150 બેડનું ICU પણ તૈયાર કરાયું છે. તો જરૂર અનુસાર વધુ 500 બેડ વધારી શકાય તેવી વ્યવસ્થા પણ હશે. આ કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન આવતીકાલે(24 એપ્રિલ) ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાશે. ગૃહ મંત્રાલય તબીબોની ટીમ પણ મોકલશે.
અમદાવાદની આ હોસ્પિટલ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપેન્ટ ઓર્ગોનાઇઝેશન) દ્વારા બનેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ હશે. રાત-દિવસ જોયા વિના યુદ્ધના ધોરણે હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં તબક્કાવાર દર્દીઓને દાખલ કરવામાં આવશે.

DRDO ઉપરાંત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી હોસ્પિટલ(covid hospital) તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલનું સંચાલન DRDO અને રાજ્યનું આરોગ્ય વિભાગ કરશે. તો ગુજરાત યુનિવર્સિટી સાથે રહીને કામ કરશે. દર્દીઓના બેડ પર જ ઓક્સિજન પાઇપલાઇન લગાવવામાં આવી છે. આ માટે 35,000 લિટર ઓક્સિજન ક્ષમતા વાળી ટાંકી લગાવવામાં આવી છે. તો તકેદારીના ભાગરૂપે અન્ય એક 25 હજાર લિટર ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકી પણ લગાવવામાં આવી છે, જેથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે.
આ હોસ્પિટલમાં DRDOના 10 ડૉક્ટરોની ટીમ પણ આવી પહોંચી છે. હાલ કેમ્પસમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે. ઇન્ટરવ્યુ થયેલ મેડિકલ સ્ટાફનો સ્થળ મુલાકાત કરાવીને ઓરિએન્ટેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ભરતી થયલે સ્ટાફને તાલિમ આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલના સંચાલન માટે અંદાજે કુલ 600 જેટલા કર્મચારીઓ 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે. આ હોસ્પિટલ(covid hospital)ને આર્મી, BSF, CISFના તજજ્ઞ ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ સહિત 150 આરોગ્યકર્મીનો સ્ટાફ ડિફેન્સમાંથી મળવાનો છે.

અમદાવાદમાં સતત વધી રહેલા કેસની વચ્ચે આવતીકાલે અમિત શાહ અમદાવાદના કોવિડ હોસ્પિટલની મુલાકાત લેશે. હાલ અહીં 900 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી હોસ્પિટલો પરનું ભારણ ઘટાડી શકાય અને વધુ સારી રીતે સારવાર આપી શકાય. થોડા સમય પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કોવિડ હોસ્પિટલની જાહેરાત કરી હતી. આશા છે કે ગુજરાતમાં વધતાં કેસની વચ્ચે આ કોવિડ હોસ્પિટલથી રાહત મળશે. નોંધનીય છે કે ભારતમાં વધતાં કોરોના વાયરસના કારણે DRDO દ્વારા દેશના જુદા જુદા શહેરોમાં આ પ્રકારની હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો…