d306d7e1 5a56 4ab3 8042 125aeefb247d

ગોત્રી હોસ્પિટલનું ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ(covid treatment) સેન્ટર કોવિડ ની તાત્કાલિક સારવાર અને સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે: ડો.વિનોદ રાવ

વડોદરા, 01 મેઃ રાજ્યના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલની કોવિડ સારવાર(covid treatment) સુવિધાઓના ભાગરૂપે એક નવી પહેલ હેઠળ ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવ્યું છે જેને કોવિડના તાત્કાલિક સારવાર કેન્દ્ર તરીકે મૂલવી શકાય. આ કેન્દ્ર કોવિડની તાત્કાલિક સારવારનું એક ઉત્તમ કેન્દ્ર બનશે. ડો.રાવે આ કેન્દ્રની નિરીક્ષણ મુલાકાતે આવેલા નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને સાંસદ, ધારાસભ્યો, મેયર અને પદાધિકારીઓને વિગતવાર જાણકારી આપી હતી. તેનો આશય સારવાર(covid treatment) માટે આવતા કોઈ પણ દર્દીને,પછી તે એમ્બ્યુલન્સમાં આવે કે ખાનગી વાહનમાં,એને સારવાર માટે રાહ ના જોવી પડે,સારવારમાં વિલંબ થી એને વેઠવું ના પડે અને સારવાર તાત્કાલિક શરૂ કરી શકાય તેવો છે.

Whatsapp Join Banner Guj


આ કેન્દ્રના તમામ બેડ માટે અંદાજે ૧૫૦ થી ૨૦૦ ઓકસીજન કોન્સેંટ્રેટર જે બોટલ વગર હવામાંથી ઓકસીજન શોષે છે તેની અને જમ્બો સિલિન્ડર દ્વારા ઓકસીજનની વ્યવસ્થા રહેશે.અહી ઓકસીજન માટે પાઇપ લાઈન નું પણ આયોજન છે.જરૂર પ્રમાણે વ્યવસ્થાઓ વધારવામાં આવશે. તેમણે સંકેત આપ્યો કે આજે મોડી રાત સુધીમાં આ ૨૫૦ પથારીના તાત્કાલિક સારવાર(covid treatment) કેન્દ્ર ખાતે દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે ગોત્રી ખાતે હાલમાં કાર્યરત ૭૫૦ બેડની સામે ૭૦૦ દર્દીઓ દાખલ છે.આ નવા કેન્દ્રથી બેડ સંખ્યામાં ૨૫૦ નો વધારો થતાં કુલ ક્ષમતા એક હજાર બેડની થશે. બાજુમાં બીજી ૧૦૦ બેડની વ્યવસ્થા તૈયાર(covid treatment) કરવામાં આવી રહી છે.આમ ગોત્રી ખાતે કુલ ૧૧૦૦ બેડની સારવાર સુવિધા ઉપલબ્ધ થશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા