Ahmedabad-Pune: અમદાવાદ – પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત

Ahmedabad-Pune: અમદાવાદથી પુણે વચ્ચે આ ટ્રેનના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર થયો નથી.

Railways banner

અમદાવાદ , ૦૩ જુલાઈ: Ahmedabad-Pune: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને ટ્રેન નંબર 01049/01050 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી પુણે વચ્ચે આ ટ્રેનના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર થયો નથી. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

  • ટ્રેન નંબર 01049 અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ (Ahmedabad-Pune) 11 જુલાઈ 2021 થી દર રવિવારે 20:20 કલાકે અમદાવાદથી ઉપડશે
  • બીજા દિવસે 14:40 કલાકે કોલ્હાપુર (Ahmedabad-Pune) પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 01050 કોલ્હાપુર-અમદાવાદ સ્પેશિયલ કોલ્હાપુરથી 10 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર શનિવારે 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:30 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો…Jodhpur Train: ગાંધીધામ – જોધપુર સ્પેશિયલ ટ્રેન સેવા ફરી શરૂ

પૂણેથી કોલ્હાપુર જતા બંને માર્ગમાં આ ટ્રેન સતારા, સાંગલી, મિરજ, હટકંજેલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના રિઝર્વ કોચ રહેશે.મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 

નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.  પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.