bhavnagar 2 death

Lakhanka Dam 2 Death: ભાવનગર બુધેલ નજીક આવેલ લાખણકા ડેમમાં બે યુવાનો ડૂબ્યા

Lakhanka Dam 2 Death: લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો, એકને બચાવવા બીજો મિત્ર પડતાં બંનેના મોત નીપજ્યાં

અમદાવાદ, ૧૮ જુલાઈ: Lakhanka Dam 2 Death: ભાવનગર બુધેલ નજીક આવેલ લાખણકા ડેમ પાસે આજે બપોર બાદ ૭ મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન એક મિત્ર ને ઉલ્ટી થતાં કેવલ નામનો વ્યક્તિ પાણી ભરવા ડેમ માં ગયો હતો તે દરમિયાન પાણી માં પગ લપસી જતાં ડેમ માં ગરકાવ થયો હતો.

જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તેનો પણ ગરકાવ થયો છે, જ્યારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બંને યુવાનો સરદારનગર પચાસવારીયા માં રહે છે, કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી પી.ડબલ્યુ.ડીની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે, હાલ બંને યુવાન ની ભાવનગર ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, આ બનાવને લઇ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો: Indian Red Cross Society Danta: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ ને બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ રાજ્યપાલ ના હસ્તે અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ ને સુપ્રત કરવામાં આવ્યા