Daikin press launch AC

Daikin U Series Split Room AC launch: ડાઈકિન દ્વારા સ્પ્લિટ રૂમ એસીની નવી ભાવિ પેઢીની જરૂરિયાતો પ્રમાણેની રેન્જ રજૂ કરાઈ

Daikin U Series Split Room AC launch: ગુજરાત માટે આક્રમક ગ્રાહક ઝુંબેશ

અમદાવાદ, 18 ફેબ્રુઆરી: Daikin U Series Split Room AC launch; અમદાવાદ દુનિયાની નં. ૧ એર- કંડિશનિંગ કંપની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ. જાપાનની ૧૦૦ ટકા સબસિડિયરી ડાઈકિન એર- કંડિશનિંગ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા ઈચ્છનીય ભારતીય ગ્રાહકો માટે ઘરઆંગણે ડિઝાઈન કરેલ અને ઉત્પાદન કરેલાં સ્પ્લિટ રૂમ એસીની નવી રેન્જ રજૂ કરવામાં આવી છે. આ નવી યુ સિરીઝ રેન્જ ભાવિ પેઢી પ્રમાણેની ટેકનોલોજીઓથી સમૃદ્ધ હોવાથી ગ્રાહકોને તેમનાં સંકુલોમાં હવાની શુદ્ધતા અને ઠંડક, સુચારુરૂપે જાળવી રાખે છે.

ડાઈકિનના ગ્રાહકો હવાની ગુણવત્તા અને આરોગ્ય પર વધુ ધ્યાન આપતા હોય છે, જેથી અમે અમારી પેટન્ટેડ સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજીને વાયફાય સાથે પ્રોડક્ટોને અપગ્રેડ ઓફર કરવા ઉપરાંત ૪ સ્ટાર સેગમેન્ટમાં હવે વિસ્તારી છે. અમે સ્વચ્છ અને કાર્યક્ષમ કામગીરીની ખાતરી રાખવા હવામાનમાં જળ સાથે તે જાતે સ્વચ્છ થાય તે માટે ઈનડોર યુનિટ્સ (આઈડીયુ)ને અભિમુખ બનાવવા અમારી ડ્યુ ક્લીન ટેકનોલોજી સાથે પ્રોડક્ટમાં નવીનતા લાવવાનું ચાલુ રાખીને હવામાં સારપ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા છે.

Daikin U Series Split Room AC launch, Director sanjany Goyal

ઘરો અને ઓફિસોમાં ૧૫૦ ચોરસફૂટ જગ્યા અત્યંત સામાન્ય વિસ્તાર હોવાનું ધ્યાનમાં લઈને દાઈકિન એસીની આ નવી રજૂ કરાયેલી રેન્જ પોતે જ દરેક આમ આદમીની કોમ્પેક્ટ કૂલિંગ અને વાયુ ગુણવત્તાની જરૂરતોને પૂરી કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં વ્યાપક પ્રસાર થયેલા વિદ્યુતિકરણને લઈને ડાઈકિન એસી પર્યાવરણ અનુકૂળ એર- કંડિશનિંગ ઉપલબ્ધ કરવા ગ્રાહકો માટે આદર્શ પસંદગી આપે છે. ઉપરાંત ડાઈકિન ઈન્ડિયાએ બ્રાન્ડને ગ્રાહકોની વધુ નજીક લઈ જવા માટે પ્રિન્ટ, ડિજિટલ રેડિયો અને આઉટડોર સહિત આક્રમક ભારતવ્યાપી જાહેરાત ઝુંબેશ પર પણ ભાર આપ્યો છે.

ડાઈકેિન ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કે જે જાવાએ જણાવ્યું હતું કે ડાઇકિનમાં અમે મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટો માટે ધ્યેય ધરાવીએ છીએ. જે દરેક ભારતીયની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે એસી હવે જરૂરત બની ગયાં હોવાથી ઊભરતી ગ્રાહકોની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટ ઈનોવેશન અને સ્ટાન્ડર્ડમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. ડાઈકિન એસીની નવી રેન્જ વધતી ભારતીય વસતિને ઉચ્ચ ઊર્જા ઉપભોગ ખર્ચ પર કોઈ પણ અસર કર્યા વિના જૂની અને પ્રાચીન ટેક્નિક્સને અપગ્રેડ કરવા સશક્ત બનાવે છે

ડાઈકિનની નવી રેન્જની વિશિષ્ટતાઓ

  • નવી રેન્જ ૧૫ ટકા વધુ વીજ કાર્યક્ષમ છે.
  • ક્લોગ મુક્ત કામગીરી માટે ક્યુ ક્લીન ટેકનોલોજી
  • હવાની ગુણવત્તા માટે સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજી
  • મોનિટરિંગ માટે ટ્રિપલ આઈડીયુ ડિસ્પ્લે
  • સુવિધાજનક વપરાશ માટે વાયફાય વિકલ્પો ઉપલબ્ધ
  • ગરમ અને ઠંડી કામગીરી માટે ઓછા ખર્ચનું હીટ પંપ

ડાઈકિન ઈન્ડિયાએ એસી ઉત્પાદન અવકાશમાં ભારત સરકાર દ્વારા પીએલઆઈ યોજનાની તાજેતરના ઘોષણા કરવામાં આવી તેના ભાગરૂપે એસી અને કમ્પોનન્ટસના ઉત્પાદન માટે શ્રી સિટી. આંધ્ર પ્રદેશ ખાતે જમીન ખરીદી સોદા પર સહીસિક્કા કર્યા હતા, જેથી પ્રથમ તબક્કામાં તે રૂ. ૧૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ નવું એકમ અમારી ક્ષમતા ૧.૨ મિલિયન અ યુનિટ્સ પરથી ૨.૫ મિલિયન યુનિટ્સ સુધી વધારશે, જેને લઈ ડાઈકિન ઈન્ડિયા ભારતમાંથી એચવીએસી ઈક્વિપમેન્ટ્સની સૌથી વિશાળ નિકાસકાર તરીકે ઉભરશે

આ પણ વાંચો…Nagarpalika Tax relief: ટેક્ષ-કરવેરામાં રાહત; એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપાશે

ડાઈકિન ઈન્ડિયા આત્મનિર્ભર ભારતને મહત્વ આપવાના દ્રષ્ટિકોણ સાથે ભારતમાં રોકાણ કરવા માટે આ અવ્વલ અને અગ્રગણ્ય પગલું લેનારી જાપાનની પ્રથમ એસી કંપની છે. ભારતમાં ભવ્ય ઉત્પાદન તકો ધ્યાનમાં લેતાં અને ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા ધ્યેયમાં યોગદાન આપવા માટે ડાઈકિને રાજસ્થાનના નીમરાણામાં એકમો પછી તેનું ત્રીજું ઉત્પાદન મૂળ સ્થાપવા માટે સૌથી ઉત્તમ આગામી સ્થળમાંથી એક તરીકે દક્ષિણ ભારતના શ્રી સિટીની પસંદગી કરી છે.

ડાઈકિન એરકંડિશનિંગ ઈન્ડિયા પ્રા. લિ વિશે.

ડાઈકિન એરકંડિશનિંગ ઈન્ડિયા પ્રા.લિ. (ડીએઆઈપીએલ) કમર્શિયલ ઉપયોગ અને ઘરેલુ એર કંડિશનિંગ સિસ્ટમ્સના ઉત્પાદનમાં વૈશ્વિક આગેવાન જાપાનની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.ની ૧૦૦ ટકા સબસિડિયરી છે. ઉત્કૃષ્ટ ટેકનોલોજીના આધાર સાથે સંસ્થા ભારતીય ગ્રાહકોને ઊર્જા કાર્યક્ષમ એર કંડિશનિંગની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. તે મોટા પાયાના પ્રોજેક્ટો માટે ભારતીય બજારમાં પ્રીમિયમ એર કંડિશનિંગ જરૂરિયાત સફળતાથી ઓફર કરી રહી છે. ભવિષ્યમાં ભારતની એર- કંડિશનિંગ બજારમાં મજબૂત વૃદ્ધિ ભાંખવામાં આવી છે અને ડાઈકિન ઘરેલુ અને મોટા પાયાના કમર્શિયલ પ્રોજેક્ટોમાં તેનો બજાર હિસ્સો વધુ વધારવા માગે છે.

Gujarati banner 01