Petrol pump

Fuel over petrol pumps: ડીઝલ ની કૃર્ત્રીમ અછત ઉભી કરાઇ હોય તેમ અંબાજીના અનેક પેટ્રોલ પંપો ઉપર ફ્યુલ ની ખેંચ વર્તાઇ રહી, જાણો વિગતે

Fuel over petrol pumps: અંબાજી માં ડીઝલ ન મળતાં યાત્રીકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૮ જૂન: Fuel over petrol pumps: હાલ તબક્કે ગુજરાત માં વધેલા પેટ્રોલ અને ડીઝલ નાં ભાવો ઓછા કરાયાં બાદ જાણે રાજ્ય ભર માં પેટ્રોલ અને ડીઝલ ની કૃર્ત્રીમ અછત ઉભી કરાઇ હોય તેમ અનેક પેટ્રોલ પંપો ઉપર ફ્યુલ ની ખેંચ વર્તાઇ રહી છે. યાત્રાધામ અંબાજી એક મોખરા નું શક્તિપીઠ છે. જ્યાં ચાર પેટ્રોલ પંપો આવેલાં છે. પણ કોઈ જગ્યા એ ડીઝલ ન હોવાના કારણે પેટ્રોલ પંપો ઉપર સન્નાટો છવાઇ ગયેલો જોવા મળી રહ્યો છે.

Fuel over petrol pumps: અનેક યાત્રીકો પોતાના વાહનો લઇ અંબાજી દર્શનાર્થે આવતા હોય છે. પણ હાલ અંબાજી માં ડીઝલ ન મળતાં ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. તેવા વાહનો ને ડીઝલ ન મળતાં પેટ્રોલપંપો આગળ વાહનો નો ખડકલો જોવા મળી રહ્યો છે. કાયમી રૂટ ઉપર ચાલતાં વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે અને ડીઝલ ની રાહ જોઇ બેઠા હોય તેમ વાહનો ની કતાર લગાવી ને ઉભેલાં જોવા મળ્યા હતા

આ પણ વાંચો: PM inaugurates-lays development works: વડોદરામાંથી સમગ્ર ગુજરાતને રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જોકે હાલ તબક્કે ખેતીવાડી ની પણ સીઝન ચાલી રહી છે. જ્યાં ખેતરો માં વાહન ચલાવવાં કે વોટરપંપો ચલાવવાં ડીઝલ ની જરૂરીયાત રહેતી હોય છે. પણ જાણે સમગ્ર વિસ્તાર માં ડીઝલ ની હડતાલ પડી હોય તેમ ખેડુતો ને પણ ખાલી કેરબા લઇ ને ડીઝલ માટે ભટકવું પડી રહ્યુ છે. અંબાજી માં સાબરકાંઠા થી ડીઝલ લેવાં અંબાજી આવેલો ખેડુત પણ ખાલી હાથે પાછે ફરતો જોવા મળ્યો હતો ને હમણાં ચોમાસાની સાથે ખેતીવાડી ની સિઝન હોઇ સરકારે પુરતા પ્રમાણ માં ડીઝલ ની વ્યવસ્થા કરાય તેવી માંગ કરી રહ્યા છે.

અંબાજી નજીક રાજસ્થાન ની આંતરરાજ્ય સરહદ આવેલી છે. ને રાજસ્થાન માં પેટ્રોલ ડીઝલ નાં ભાવ ઉંચા હોવાથી રાજસ્થાન માં ડીઝલ ભરાવવાં કોઇ તૈયાર નથી જેને લઇ ને પણ અંબાજી જેવા મોટા શક્તિપીઠ ને આંતરરાજ્ય બોર્ડર નજીક નું સ્થળ હોવાથી અહીં પુરતા પ્રમાણ માં પેટ્રોલ ડીઝલ ની માંગ ને સંતોષવામાં આવે તે ઇચ્છનીય બન્યુ છે.

Gujarati banner 01