PSI and Jemadar suspended: દારૂના ગુનામાં પલસાણા ના તત્કાલિન PSI અને જમાદાર સસ્પેન્ડ
PSI and Jemadar suspended: સુરત જિલ્લા પોલીસ ના વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ. મહુવા પોલીસ મથકના PSI સસ્પેન્ડ. PSI ભરત પરધાને ને કરાયા સસ્પેન્ડ. ફરજ માં બેદરકારી બદલ કરવામાં આવ્યા સસ્પેન્ડ.
સુરત, 04 જુલાઈ: PSI and Jemadar suspended: 2019ના વર્ષમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સાંકી ગામે સુરત રેંજ આઇજીની આર. આર.સેલની ટીમે 4 લાખીથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણને અઢી વર્ષ બાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિન પલસાણા પી.એસ.આઈ બી.બી. પરધાને અને તાત્કાલિન બીટ જમાદાર ધર્મેશ રાઠોડને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર વર્ષ 2019માં (PSI and Jemadar suspended) સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાંકી ગામની સીમમાં આર.આર.સેલની ટીમે 4 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો સુરતના બુટલેગર લાવ્યા હતા. દારૂ પકડાવવાની ઘટનાને અઢી વર્ષ પછી અચાનક સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એ.આઈ બી.બી.પરધને કે જેઓ હાલ સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને તેમજ તે સમયના બલેશ્વર બીટ જમાદાર અને હાલ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો ધર્મેશ રાઠોડને સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી ગઈ છે.
અઢી વર્ષના લાંબા સમય બાદ પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાતા સમગ્ર પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. હાલ મહુવા પોલીસ સ્ટેશન નો ચાર્જ કડોદરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ એસ.એન . પટેલ ને આપવામાં આવ્યો છે..
આ પણ વાંચો..Monday zodiac future: જાણો આજે કઈ રાશિના જાતકોનો દિવસ આર્થિક રીતે રહેશે શુભ

