gopal italia

FIR Against Gopal italiya: આપના નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ફરિયાદ, કર્યા હતા આવા શબ્દોના પ્રયોગ

FIR Against Gopal italiya: ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી

સુરત, 03 સપ્ટેમ્બર:FIR Against Gopal italiya: આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે. 

પોતાના પર થયેલી ફરિયાદ અંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોઈ જગ્યાએ મારા પર ફરિયાદ દાખલ કરાઈ છે. મારુ માનવુ છે કે ગુજરાતમાં અદાણી પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ગેરકાયદેસર દારૂનો ધંધો ભાજપના નેતા કરી રહ્યાં છે. લઠ્ઠાકાંડમાં પણ ભાજપની સામેલગીરી જોવા મળી છે. ગુજરાતમાં બેફામ નશો છે, ચારેતરફ નશો ચાલે છે. ગૃહમંત્રી નશાખોરોને પકડવાને બદલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર ફરિયાદ દાખલ કરે છે. તેથી ભગવાન ગણપતિ ગૃહરાજ્યમંત્રીને સદબુદ્ધિ આપે. મારા પર એફઆઈઆર કરવાથી ડ્રગ્સ આવતુ બંધ નહિ થાય. જે નેતાઓ ડ્રગ્સ-દારૂ વેચે છે તેમને પકડો. મેં નશો વેચ્યો નથી. 

આ પણ વાંચોઃ Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

તો આ ફરિયાદ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે તો સીબીઆઈ, ઈડી આવશે. દંડા વરસશે. પણ આવી હિંસા કાયર લોકો કરે છે. અમે ઈમાનદારીની લડાઈ લડી રહ્યાં છીએ. 

ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તારુઢ ભાજપ સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ CM gave the gift of development projects: ખેડા જિલ્લાના કપડવંજ ખાતેથી કઠલાલ અને કપડવંજ તાલુકાને રૂ. ૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

Gujarati banner 01