Amerika strome

Storm caused heavy damage in America: અમેરિકાઃ અલબામામાં વાવાઝોડાએ મચાવી તબાહી, સરકારે ઈમરજન્સી લાગુ કરી

Storm caused heavy damage in America: અમેરિકાના અલબામા રાજ્યમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે અને 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર વાવાઝોડાએ ઉડતા સામાન નીચે દબાઈને લોકોએ જીવ ગુમાવ્યા છે

Storm caused heavy damage in America: અમેરિકાના અલબામા રાજ્યમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે અને 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર વાવાઝોડાએ ઉડતા સામાન નીચે દબાઈને લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વાવાઝોડાને કારણે અલબામામાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અલાબામા વહીવટીતંત્રે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

અલબામાના ઓટોગા, ચેમ્બર્સ, ડલ્લાસ, એલમોર અને તલ્લાપુસા વિસ્તારો ટોર્નેડોથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. રાજ્યના મોટા વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા છે. જ્યોર્જિયા, મિસિસિપી અને અલબામામાં પાવર સિસ્ટમ પડી ભાંગવાને કારણે લોકોને લાઈટ વગર જીવવાની ફરજ પડી છે.

અલબામાના હાર્ટ્સફિલ્ડ જેક્સન એટલાન્ટા એરપોર્ટ અને શાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 250 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેમજ ઘણી ફ્લાઈટ મોડી પડી છે. અહેવાલો અનુસાર, આ વાવાઝોડાથી 40-50 ઘરોને નુકસાન થયું છે. મોર્ગન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. વાવાઝોડામાં 10 લોકો ઘાયલ પણ થયા છે.

જણાવી દઈએ કે ગયા વર્ષના અંતમાં અમેરિકાને ભીષણ બરફના તોફાનનો પણ સામનો કરવો પડ્યો હતો. આ તોફાન કેટલું ખતરનાક હતું, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર અમેરિકામાં આ હિમવર્ષામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તોફાનના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ તોફાનને વીતેલી એક સદીનું અમેરિકામાં આવેલું સૌથી ખતરનાક તોફાન માનવામાં આવે છે.

આ પણ વાંચો:Hospital suspend in surat: સુરતની ત્રણ હોસ્પિટલ્સ કરાઇ સસ્પેન્ડ, જાણો આવું તો શું થયું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *